સાંકડી કેડી પથ્થરનો મારગ
ઉઘાડા પગે હું કશુંક શોધવા નીકળ્યો,
બંદ મુઠી ને આશાનાં પવને
કાંકરા સાથે અથડાતો મલકાતો નીકળ્યો,
નજર તેજ સાથે બધું જોતો
બધું જોયું ને અંતરને ઠારતો નીકળ્યો,
મુઠી ખોલીને ખોબો ભર્યો
ફૂલોના સુગંધ, ભમરાનો અવાજ લઇને નીકળ્યો
હવે તો સંધ્યા ટાણું થયું
વળતી વેળાએ મેં કેડી પર પગલી છોડીને નીકળ્યો...