#દ્રશ્ય
જીવનનાં પરદા પર ,
એક પછી એક કિરદાર પ્રગટ થાય છે.
વગર વાર્તાએ એક દ્રશ્ય પસાર થાય છે.
આરંભ અને અંતની વચ્ચેના અવકાશમાં,
માત્ર માણસ ફિદા થાય છે.
આ એની જ વાર્તા છે,
જે વગર વાર્તાએ હેરાન થાય છે.
સુખ, દુખ ' ને લાગણીથી આ દ્રશ્યો
હજુ પણ છલકાય છે.
આ એવી જ ઘટના છે,
જે વગર ઘટનાએ ઘટતી જાય છે.
^^^^^^^^^ હેતલ ગોહિલ ચૌહાણ