આ આટલો અધીરો ને ઉતવળૉ કેમ છે ?
આ માણસ હદથી વધું હોંશિયાર કેમ છે. ?
જાહેર માં થઈ જતાં સૌ નાં જીગરજાન મિત્ર,
તો પીઠ પાછળ શત્રુઑ આ હજાર કેમ છે. ?
એક ચહેરા ને માટે રાખ્યાં છે મુખવટા અનેક,
ઝેરની ચાસણીમાં ઝબૉળેલા કિરદાર કેમ છે.?
વહેંત મુજબ વેતરતાં સૌ એકબીજાને અહીં,
સાવ નાહકમાં માણસ બે ધારી તલવાર કેમ છે. ?
રાખવાં ખબર અંદરની,ખોદયા કરે કાયમ કબર,
સૌ એકમેક ના હરતા ફરતા અખબાર કેમ છે ?
- વિજય રાવલ