વિદાય
યાદાે સોહામણી દઈ ગયા છો તમે,
સહારે વીતી જાય જીંદગાની.
છતાંય એમ કહી ગયા છો તમે,
યાદ હરદમ રહે એ કહાની.
આ દુનિયા તો છે કહાની વીતેલા સમયની,
એક દિન એને છોડી જવાની.
જાજા થોડી તાેલી માયા-મમતા,
અમોનેય સાેંપી જવાની.
ફાેરમ તમારા સ્નેહની અનેરી,
આ સ્નેહ ક્યારે રોપી જવાની.
સતત ઉગે સ્નેહનાં પુષ્પો,
એની યાદ હરદમ જીવંત રહેવાની.
કરેલા તમારા સફળ આ કર્મો,
મિશાલ અમાેને એની રહેવાની.
તાંતણો કોમળ આ આપણા સ્નેહનો,
દિલથી પરસ્પર લાગણી ગૂંથવાની.
અંતે તો એ લાગણી ના સહારે જ,
અમારે તમોને આ મોંઘેરી વિદાય અર્પવાની...!
- ડૉ.સરિતા(માનસ)