એક હિસ્સો છોડી જાય છે તું તારા અસ્તિત્વ નો મારી અંદર.. કૈક એવી રીતે કે ખુદ ને શોધવું મુશ્કેલ થઇ જાય છે, કેટલી સહજતા થી તું મારી અંદર જ છુપાઈ રહે છે..
જ્યારે હું કોઈ ખુબજ મહત્વ નું કામ કરતો હોઉં અને તારી યાદ આવી જાય તો મને એ કામ વ્યર્થ લાગવા લાગે છે.. કેમ કે એ કામ કર્યા પછી જે મને ખુશી મળશે કે જે પણ મળે એમાં તારી કમી મને મહેસુસ થશે..
જ્યારે મારા મિત્રો કોઈ પ્રેમ કહાની નો કિસ્સો ખોલી દે તો હું બસ તારા જ ખયાલો માં ખોવાઈ જાઉં છું.. ત્યારે મને બધું જ નિરર્થક લાગવા લાગે છે..
જયારે કોઈ મને તારા વિષે પૂછી લે કે તું હવે શું કરે છે, ક્યાં છે?
તો હું દુર ક્ષિતિજ જોઈ લઉં છું.. કદાચ દુર ક્ષિતિજ પર તારું હાસ્ય હજુ પણ કેદ છે..
હું ચેટ બોક્ષ માં જયારે તને પૂછું કે તું ખુસ તો છે ને..?
ત્યારે હું કહે " હા હું ખુબ જ ખુશ" અને તકિયા પર બે સરેલા આંશુ ની ભીનાશ સીધી મારા દિલ પર મહેસુસ થાય છે..
ક્યારેક તું જવાબ આપે અને તારા અહેસાસ છુપાવે.
કોઈ અચાનક તારું નામ બોલે અને હું અનાયાસ એના તરફ વળી ને જોઉં અને ત્યાં તું ના હોય અને કોઈ બીજું જ તારું હમનામ હોય તો ખુબ જ દુખ થાય છે..
મારી કલ્પનાઓ માં મેં તને કલ્પી છે ક્યારેક કોઈ આબેહુબ પાત્ર જોઈ જાઉં તો મારા પગ એમ જ રોકી જાય છે ક્યાંક આ તું તો નથી.. પણ તરત જ મારી કલ્પના કહે કે અરે ના આ એતો નથી એને તો તે જોયેલી છે.. રોજ જોવે પણ છે..
હા હું પાગલ જ છું કદાચ નકર તને હું આમ જ ના શોધતો.. દરેક દિવસ એક નવો અહેસાસ કે ના તું હજુ પણ મારી સાથે જ છે..
જયારે હું કોઈ પ્રેમ કહાની વાંચું કે લખું.. તો બસ તારા એ શબ્દો જ મને યાદ રહે છે કે "હું હંમેશા તારી સાથે જ રહીશ".
દરેક ક્ષણે તું હયાત છે મારા માં અને હંમેશા તું રહીશ એ મને વિશ્વાસ છે..