પણ તું કહે !
ચહેરા પર તો પહેરી લીધું સ્મિત ભરેલું મહોરું,
પણ તું કહે તારા વિરહના આંસુઓ કેવી રીતે રોકું,
જુદાઈના દર્દને નજરઅંદાજ કરી વિતાવું આ દિનરાત,
પણ તું કહે આ દિલમાં પ્રેમની ઊર્મિઓને કેવી રીતે રોકું,
આદત તો પાડી દીધી તારા વિના જીવવાની,
પણ તું કહે એકલતાની પીડાને કેવી રીતે રોકું,
કાફી છે પ્રેમ, પરિવાર અને દોસ્તીનો,
પણ તું કહે તારા એ પ્રેમના અહેસાસને કેવી રીતે રોકું,
શોધી લીધી નાની નાની વાતોમાં ખુશીઓ,
પણ તું કહે આ યાદોના વાવાઝોડાને કેવી રીતે રોકું,
વિતાવી લીધા દિન અહીંતહીં વ્યસ્ત રહીને,
પણ તું કહે તારા સપનાં લઈ આવતી રાતોને કેવી રીતે રોકું.
લાગણીઓના દરવાજાઓ તો પરાણે બંધ કર્યા,
પણ તું કહે તારી લાગણીઓની લહેરખીઓને દસ્તક દેતા કેવી રીતે રોકું.
✍️મિશ્કા મિશુ