સ્પષ્ટ લાગણીઓ મારી આજે અસ્પષ્ટ વાતોમાં પરીણમશે એવી ક્યાં ખબર હતી,
વિચારો મારા અસ્પષ્ટ લાગશે એવી ક્યાં ખબર હતી,
લક્ષ્ય હતું મારું સ્પષ્ટ એ અસ્પષ્ટ બનીને રહી જશે એવી ક્યાં ખબર હતી,
કરી હતી જ્યાં સ્પષ્ટતા એને બધું અસ્પષ્ટ લાગશે એવી ક્યાં ખબર હતી,
હતું જ્યાં બધું અસ્પષ્ટ એ બધું સ્પષ્ટ થઈ જશે એવી ક્યાં ખબર હતી,
લોહી રેડીને કરી હતી જે સંબંધોની માવજત એ અસ્પષ્ટ બનીને રહી જશે એવી ક્યાં ખબર હતી,
સાબિતી જોશે અપાર જ્યાં હશે અસ્પષ્ટતા,
હશે સ્પષ્ટ બધું જ્યાં હશે લાગણીઓ અપાર,
સ્પષ્ટ હતું અરીસામાં પ્રતિબિંબ મારું એ આજે અસ્પષ્ટ બનીને રહી જશે એવી ક્યાં ખબર હતી..
#અસ્પષ્ટ