ઈશ્વર ની પીછીના રંગબેરંગી રંગોમાં
રંગોની છણાવટ માં માર્મિકતા અપરંપાર છે
કુદરતમાં રંગોની સુંદરતા ઉમેરતા ઉમેરતા
માનવજીવનના રંગોની ઓળખ આપી જાય છે
સૂર્યકિરણો ના ઉગતા અને આથમતા રંગોમાં
માનવજીવનની સાર્થકતા સમજાવી જાય છે
વહેલી પરોઢના કોમળ નાજુક કિરણો
વાતાવરણમાં સોનેરી રંગ પાથરી
કુદરતમાં એકરૂપ થઈ જાય છે
જાણે બાળકના પહેલા સ્પર્શથી
કુદરતનો ખોળો હરખાય છે
આંખોમાં છલકાયેલા આંસુની ભીનાશ
કુદરતના અંગેઅંગમાં છવાઈ જાય છે
મધ્યાન માં તપ્તા સીધા કિરણો
વાતાવરણમાં ગરમાહટ પાથરી
કુદરતમાં એકરૂપ થઈ જાય છે
આકાશ કોરૂ ધાકોડ બની જાય છે
જાણે માનવ જીવન કમરતોડ મહેનત થી
બેવડ અને બે રંગી બની જાય છે
ઢળતી સંધ્યાના શીતળ કિરણો
વાતાવરણમાં કેસરી રંગ પાથરી
કુદરતમાં એકરૂપ થઈ જાય છે
જાણે એક સન્યાસી જીવ
અંધકારમાં ઓગળતા પહેલા
ઝળહળી ને પ્રકાશ પાથરતો જાય છે
#એકરૂપ