મધદરિયે હું નાવ લઇને જાવ છું,
મારી ઓકાતને માપવા;
દરિયાથી કિનારો લઇને જાવ છું,
એનાં વિરહનું દુઃખ પામવા;
મુઠી ભરી મીઠું લઈને જાવ છું,
મારી કડવાસને ડુબાડવા;
નાનું બંદ છીપલું લઈને જાવ છું,
દરિયાનું મોતી શોધવા;
દરિયાને નાવની સાથે લઈને જાવ છું,
એને માણવા ને મને પામવા...