થયા જગતમાં સંબંધો #કામચલાઉ ;
પ્રેમ પણ થઈ ગયો છે #કામચલાઉ ;
મોંઘવારીની માર વચ્ચે આ માનવી,
ચિજ-વસ્તુ ખરીદે છે #કામચલાઉ ;
સબંધો થઈ ગયા છે સસ્તા જગમાં,
સંબંધ પણ રાખે છે એ #કામચલાઉ ;
કોઇ મળે છે રોજ એકમેકને અહીં,
કોઈને ખુશ રાખે યાદો #કામચલાઉ ;
પ્રેમ માં કરતા જાન કુરબાન ક્યારેક,
કરે છે પ્રેમ પણ પ્રેમિઓ #કામચલાઉ ;
રોજ કરે પુજા દુઆ, જો ન થાય કામ
તો, રબ પણ રાખે છે એ #કામચલાઉ ;
#કામચલાઉ