Gujarati Quote in Poem by Sachin Soni

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#વિશ્વાસ



કિસ્મત વિશે કઈ ખાસ બહુ હું જાણતો નથી,
મારાથી વિશેષ કદી કોઈને વધુ હું ગણતો નથી,

જાત પર વિશ્વાસ રાખી મંઝીલ પાર કરતો રહું છું,
ભાગ્ય પર ભરોશો રાખીને કદી હું બેસતો નથી.

હાથમાં રહેલી નસીબની રેખાઓ નિહાળી તો નહીં,
મળી રહેશે લખેલું એવી વાતમાં હું માનતો નથી.

મફતની સલાહ,સૂચન વણમાંગ્યા આપ્યા જગતે,
એવી અણગમતી વાત પર કદી ધ્યાન હું દેતો નથી.

નાહકની ચિંતા કરનારા સફરમાં બહું ઝાઝા મળ્યાં,
એવા શુભચિંતકોનું ક્યારે પણ હું ગણકારતો નથી.

મળી છે જિંદગી તો મોજથી જીવી લેનારો માણસ છું,
મારી પીઠ પાછળ બોલનારાથી ક્યારેય હું ડરતો નથી.

ભરોસો મારા આરાધ્ય પર ખુદથી પણ વધારે ધરાવું છું,
બાકી પાખંડ સામે કદી મારા શીશને હું નમાવતો નથી.

-સચિન સોની
⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐⭐

Gujarati Poem by Sachin Soni : 111567360
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now