સહેલી (kp) ની યાદ માં........
સપનામાં બહેનપણીઓ આવી
હા, હા ! સપનામાં સાચે જ બહેનપણીઓ આવી.
મળવાનું થતું જ નથી,
પછી સપનામાં જ આવી..
આંખોથી હસી.
આંખોથી રડી .
વિરહ એવો થયો ,
આંખોથી જ ઊંચીનીચી થઈ.....
હાથમાં હાથ આવ્યો નહીં
બાથ માં પણ લેતા આવ્યું નહિ....
પણ હોવાનો આનંદ હતો,
અસ્તિત્વનો સુગંધ હતો,
મનના હાસ્યથી આકાશ સુગંધિત થઈ ગયું....
આનંદ નો બગીચો ખીલ્યો પણ, પણ કંઈ બોલાયું નહીં...
હાસ્ય પણ હોઠ પર બતાવતા આવ્યું નહીં...
લિપસ્ટિક ની શેડ કેટલી સરસ છે ને ?
એ પણ કહેતા કહેવાયું નહિ....
ખાધું નહિ
પીધું નહિ
માસ્ક પણ કાઢ્યો નહિ
તો પણ ખૂબ આનંદ થયો...
કારણ,
મૈત્રીને ન હતી ભાષા.....
સપનામાં જ સહેલીઓ આવી........
સપનામાં જ સહેલીઓ આવી.....
-APpy