Gujarati Quote in Motivational by Naranji Jadeja

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

*'આનંદમ્ પરમ સુખમ્'*
***
એક સાહિત્યપ્રેમી ગ્રુપ દર મહિનાના પહેલા શનિવારે મળે, સાહિત્યની વાતો કરે. પછી એક વિષય નકી કરે અને આવતી બેઠકમાં બધા એ વિષય પર પોતાના વિચારો લખીને લાવે અને રજૂ કરે.
એક વખતની બેઠકમાં _*'માઈક્રોફીક્શન'*_ ની વાત થઈ. અને વિષય નક્કી થયો *'આનંદમ્ પરમ સુખમ્'*

એક મહિનો વીતી ગયો અને સાહિત્યપ્રેમી ગ્રુપની બેઠકમાં બધાએ એક પછી એક પોતાના વિચારો રજૂ કર્યા.

*'આનંદમ્ પરમ સુખમ્'* એટલે?

એક આધેડ ઉંમરના કાકા બોલ્યા,
"ઘરે પહોંચું તો ઓછું જોઈ શકતી મારી વૃદ્ધ માં મારાં પગલાં ઓળખીને કહે.. 'આવી ગયો દીકરા'.. એટલે *'આનંદમ્ પરમ સુખમ્' "*

એક યુવાન બોલ્યો,
" 'કંઈ વાંધો નહિ, બીજી નોકરી મળી જશે', કહેતી પત્નીનો હિંમત આપતો અવાજ એટલે *'આનંદમ્ પરમ સુખમ્' "*

એક પિતાએ કહ્યું,
"કંઈ જ કહ્યા વિના બધું સમજી જતું સંતાન એટલે *'આનંદમ્ પરમ સુખમ્' "*

એક ભાઈએ કહ્યું,
"રોજ ઈશ્વર સમક્ષ કોઈ માગણી વિનાની પ્રાર્થના એટલે *'આનંદમ્ પરમ સુખમ્' "*

એક કાકીએ કહ્યું,
"રોજ જમતી વખતે આ પ્રભુકૃપા જ છે એનો અહેસાસ એટલે *'આનંદમ્ પરમ્ સુખમ્' "*

એક કાકા બોલ્યા,
"વહેલી સવારે મૉર્નિંગ વૉક પર પાછળથી ધબ્બો મારી.. 'અલ્યા રમલા' (રમેશ).. કહી; વર્ષો પછી મળનાર જૂનો મિત્ર એટલે *'આનંદમ્ પરમ્ સુખમ્' "*

એક દાદા બોલ્યા,
"પૌત્રના સ્વરૂપમાં મળી જતો એક નવો મિત્ર એટલે *'આનંદમ્ પરમ્ સુખમ્' "*

બીજા એક કાકાએ કહ્યું,
"સાસરે ગયેલી દીકરીની ખોટ પૂરી દેતી વહુનો મીઠો રણકો એટલે *'આનંદમ્ પરમ્ સુખમ્' "*

એક યુવતી બોલી, "ઓફિસેથી ઘરે પહોંચતાં સાસુમાએ આપેલો પાણીનો ગ્લાસ એટલે *'આનંદમ્ પરમ્ સુખમ્' "*

એક મહિલાએ કહ્યું,
"થાકી ગયાં હોઈએ ત્યારે વહાલથી પતિનું કહેવું કે
'કોઈ એક જ વસ્તુ બનાવ, ચાલશે'.. એટલે *'આનંદમ્ પરમ્ સુખમ્' "*

એક ભાઈએ કહ્યું,
"પથારીમાં પડતાંવેત આંખ ક્યારે મીંચાઈ જાય એ ખબર પણ ન પડે એ *'આનંદમ્ પરમ્ સુખમ્' "*
~~~
આ બધાં *'આનંદમ્ પરમ સુખમ્'* ની વાતોમાં
ક્યાંય
*પૈસા, મોંઘાં વસ્ત્રો કે દાગીના કે અન્ય ચીજો નથી એ ધ્યાનથી જોજો* અને

આવી કેટલીયે
*'આનંદમ્ પરમ સુખમ્'* ની ક્ષણો તમારી પાસે છે એ તપાસી
ઈશ્વરનો આભાર માનજો..
🍁

Gujarati Motivational by Naranji Jadeja : 111566431
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now