મૂકી દો તમે હથિયાર હેઠા,
શબ્દોના ઘા થી લડાવી શકે છે.
શબ્દોની કરીને એવી રચના,
ગઝલ મારી તુ સજાવી શકે છે.
ફૂલો તો ક્યારના ધરી દીધા,
નવો ઉપવન હવે બનાવી શકે છે.
ખુદની હસતી જિંદગી બચાવવા કાજે,
મારી હસ્તી મિટાવી શકે છે.
આજે મેં નયને નિહાળ્યા શ્યામને,
બની બંસી મને બજાવી શકે છે.
વેદનાને સમજી છે આ " ઝંખના" ,
તેથી તો એ સૌને હસાવી શકે છે.