બનુ હું જો નાની બાળા, પિતા પ્રેમાળ બની આવજે.,
કનડે કંસ જો ક્યારેક, બની તારણહાર તું આવજે..
જો થાય પ્રેમ મને કોઈ દી, તો તારી રાધા બનાવજે.,
દરિદ્ર હું લાગણીથી,મને સુદામા તું માધા બનાવજે..
રુકમણિ બનાવી મને ક્યારેક, તારો પડછાયો બનાવજે.,
કોઈ દી બનાવી યશોદા, મારો લાડકવાયો બની જજે..
જીવનની દરેક અવસ્થામાં ક્યાંક ક્યાંક મળવા આવજે.,
ભૂલી જાઉં જો તને કોઇ દી, ક્યાંક મને ખોળવા આવજે..
મેળવ્યું ઘણું જીવનમાં, હવે સાર તારી ભક્તિનો આપજે.,
હારી હવે મનસંગ્રામે, હે કાન! સારથી 'આરતી'નો બની આવજે...
@alfazbyaarti