#સંઘર્ષ
સંઘર્ષ ક્યાં નથી હોતો?!
જિંદગી ની ઝડપે દોડતા
'ને જિંદગી ને મોજ થી માણતા
સંઘર્ષ ક્યાં નથી હોતો?!
સફળતા ને પામવા ના શિખરે
'ને નિષ્ફળતા ને સહન કરતા
સંઘર્ષ ક્યાં નથી હોતો?!
હોદ્દા ને સંભાળવાની જવાબદારી માં
'ને હોદ્દો પામવા ની મહેનત માં
સંઘર્ષ ક્યાં નથી હોતો?!
સંબંધો ને જકડી રાખવા હેત થી
'ને સમય આવ્યે કાપ મૂકતા તે સંબંધ નો
સંઘર્ષ ક્યાં નથી હોતો?!
મૃત્યુ પહેલા તેની ચિંતા માં
'ને કફોળું મૃત્યુ પામતા
સંઘર્ષ ક્યાં નથી હોતો?!
-પર્લ મહેતા