#ગુપ્ત
વ્યાકુળતા મગજ ની હવે ગુપ્ત જ રાખું છું.....
સફળતા ની સીડી ની વાતો
'ને નિષ્ફળતા માં નિરાશા
હવે માત્ર પોતાના સુધી જ રાખું છું
વ્યાકુળતા મગજ ની હવે ગુપ્ત જ રાખું છું.....
સાચા પ્રેમ સાથે ની મુલાકાત
'ને દિલ તૂટવાનો ગમ
હવે માત્ર પોતાના સુધી જ રાખું છું
વ્યાકુળતા મગજ ની હવે ગુપ્ત જ રાખું છું....
ખુશીઓ નો વરસાદ મીઠો
'ને દુઃખ ના વાદળ કાળા
હવે માત્ર પોતાના સુધી જ રાખું છું
વ્યાકુળતા મગજ ની હવે ગુપ્ત જ રાખું છું....
નવા સંબંધો ની ચર્ચા ઉત્સુક
'ને ખાસ વ્યક્તિ સાથે ના મન મોટાવ
હવે માત્ર પોતાના સુધી જ રાખું છું
વ્યાકુળતા મગજ ની હવે ગુપ્ત જ રાખું છું....
જિંદગી જીવવી મોજીલી
'ને મૌત સામે ની અડીખમ હિમ્મત
હવે માત્ર પોતાના સુધી જ રાખું છું
વ્યાકુળતા મગજ ની હવે ગુપ્ત જ રાખું છું....
-પર્લ મહેતા