જિંદગીની કમાલ
વાહ જિંદગી વાહ, તું તો કમાલ કરી ગઈ
ખબરઅંતર પૂછ્યા વગર જ
સવાલ પર સવાલ કરતી ગઈ
ઉંમર જોયા વગર જ
અનુભવ પર અનુભવ આપતી ગઈ
માણસને જોયા વગર જ
કસોટી પર કસોટી લેતી ગઈ
આવજો બોલ્યા વગર જ
રામ રામ કહી ચાલતી થઇ ગઈ
વાહ જિંદગી વાહ, તું તો કમાલ કરી ગઈ
-હીના પટેલ