કલમ
કલમથી વધુ ક્યાં કોઈ સમજદાર મળ્યું છે
બાકી ક્યાં કોઈ દિલની વાત સમજી શક્યું છે
મન હરખાયેલું છે કે પછી દુભાયેલું છે
એની સિવાય ક્યાં કોઈ બીજું કળી શક્યું છે
હૈયાની જે વાત કહી દેતા હોઠ પણ ડરે છે
હિંમત કરીને કલમે એ કાગળ પર લખ્યું છે
હથેળીના પકડમાં રહેવાની એને આદત છે
તેમ છતાં છુટકારો કરાવી દેવાની કેવી તાકાત છે
-હીના પટેલ