અજ્ઞાનતા ના અંધકાર માં,
જ્ઞાન રૂપી દિવો પ્રગટાવે છે શિક્ષક;
ક્યારેક સુરજની જેમ તપે છે,
તો શિતળતા પણ આપે છે શિક્ષક;
દુ:ખો ભરેલા ભવસાગર માં,
તરાપો બની પાર ઉતારે છે શિક્ષક;
કાંટા ભરેલા જીવન પથ માં,
મંજીલ પામવા બને છે પથ દર્શક;
જીંદગી ની મુશ્કેલીઓ માં,
આપણને શિખવે બનતાં નિરીક્ષક;
શિક્ષિત અને જાગૃત કરીને,
જીવનમાં #આરામ અપાવે શિક્ષક;
"શિક્ષક દિવસ ની હાર્દિક શુભેચ્છા"
#આરામ