😘 હવેની પેઢી ના નસીબમાં આ નથી 😘
● દફતર લઈને દોડવું...
● તૂટેલી ચપ્પલ નું જોડવું...
● નાશ્તા ના ડબ્બાઓ...
● શર્ટ પર સહીના ધબ્બાઓ..
● ખોબે ખોબે પીવાતું પાણી...
● રીસેસ ની વિશેષ ઉજાણી...
● બેફામ રમાતા પકડ દાવ...
● ઘૂંટણ એ પડતા આછા ઘાવ...
● બાયોં થી લુંછાતા ચેહરા...
● શેરીઓમાં અસંખ્ય ફેરાં...
● ઉતરાણ ની રાત જાગી...
● પકડાયલા પતંગ ની ભાગી...
● ભાડાં ની સાયકલ નાં ફેરાં...
● મહોલ્લાના ઓટલા પર ડેરા...
● મંજી ની રેલમ છેલ...
● ગીલ્લી ડંડા નો એ ખેલ...
● ચાર ઠીકડી ને આટા પાટા...
● લાઈટના થાંભલે ગામગપાટા...
● વરસાદે ભરપૂર પલળવું...
● ખુલ્લા પગે રખડવું...
● બોર આમલી નાં ચટાકા...
● પીઠ પર માસ્તર ના ફટાકા...
● બિન્દાસ્ત ઉજવાતું વેકેશન...
● નાં ટ્યુશન નાં ટેન્શન...
વાત સાચી લાગી કે નહિ મિત્રો...
બધું ભૂલાઈ ગયું આ મોર્ડન લાઈફ ની લાઇ માં...
કેવાં હતાં આપણે બધાં પાસે-પાસે ? જો ને નીકળી ગયા સહુ જીંદગીના પ્રવાસે..!
માળો બનાવવામાં એવા મશગુલ થઇ ગયા; ઉડવા માટે પાંખ છે એજ ભૂલી ગયા..!!