ચલ ને આજ આ ઘડપણ નો ચોલો છોડી દઈએ,
ચાલને આજ પાછા બચ્ચા બની જઈએ,
ચાલ ને ક્યાંક આજ થોડું રખડી લઈએ,
ચલને આજ ફરી બચ્ચા બની જઈએ,
ચલને આજ થોડું લડી લઈએ,
થોડુ રૂઠી લઈએ, એકબીજાને મનાવી લઈએ,
ચલને આજ મોટપણું છોડી દઈએ,
ફરી એકબીજાને ગમતા થઇએ,
ચલને આજ બધી જવાબદારી છોડી દઈએ,
ચલને આજ ફરી બચ્ચા બની જઈએ,
ફરી એકવાર હસી શકાય એવુ જીવી લઈએ,
ચલને આજ ફરી એકવાર બચ્ચા બની જઈએ.
B+ve
#છોડો