Gujarati Quote in Motivational by Tr. Mrs. Snehal Jani

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

બધાંને એવી ઈચ્છા હોય છે કે હું કંઈક ઉત્કૃષ્ટ કરું. પણ ક્યારેક સંજોગો તો ક્યારેક આળસ ઉત્કૃષ્ટ દેખાવ કરતાં રોકે છે. આળસ તો વ્યક્તિની પોતાની ખામી છે પરંતુ સંજોગો જ્યારે રોકે છે ત્યારે વધારે દુઃખ થાય છે.
એક બાળક જે ખૂબ જ હોશિયાર છે, જેની બુદ્ધિ એકદમ તેજ છે, દરેક જગ્યાએ ઉત્કૃષ્ટ દેખાવ કરે છે, પણ એનાં પિતા આર્થિક રીતે નબળા હોવાથી પ્રાથમિક શિક્ષણથી વધારે એને ભણાવી શકે એમ નથી. શું પરિસ્થિતી હશે આ બાળક અને એનાં પિતાની? આવા સમયે જરુર છે સમાજને કે તે પોતાનો ઉત્કૃષ્ટ દેખાવ કરે. કોઈ પણ જાતનો ઢંઢેરો પીટયા વગર આ બાળકને પોતાનો ઉત્કૃષ્ટ દેખાવ ચાલુ રાખવાનો મોકો આપે. બની શકે કે ભવિષ્યમાં એનાં ઉત્કૃષ્ટ કાર્યો દેશ માટે ખૂબ જ મહત્વનાં સાબિત થાય!
એવું જરુરી નથી કે ઉત્કૃષ્ટ દેખાવ કરવા માટે તમામ પ્રકારની સુવિધાઓ જરુરી છે. આપણી સમક્ષ ઘણાં બધા ઉદાહરણો છે જ કે જેમાં કોઈ પણ પ્રકારની સુવિધાઓ વગર પણ બાળકોએ બોર્ડની પરીક્ષામાં ઉત્કૃષ્ટ દેખાવ કર્યો હોય.
સર્કસમાં ટ્રેનર પ્રાણીઓને ખૂબ જ સારી રીતે તાલિમ આપે છે, એનાં દ્વારા તાલિમ પામેલા પ્રાણીઓ પણ એમનું ઉત્કૃષ્ટ પ્રદર્શન કરે છે. પરંતુ શું આ ઉત્કૃષ્ટતાની પાછળ પ્રાણીઓની મજબૂરી નથી?
ઘણાં લોકો પોતે કરેલ કામની કે મદદની ચર્ચા social media માં કરતાં હોય છે. શું તમે એમનાં આ કહેવાતા મદદરૂપી કામને ઉત્કૃષ્ટ ગણશો? જે કામ ખરેખર ઉત્કૃષ્ટ હોય ને એને ક્યારેય જાહેર કરવું પડતું નથી. એ આપોઆપ સામે આવી જ જાય છે. ફિલ્મ કલાકાર સોનુ સુદનો દાખલો આપણી સામે છે. એણે આટલાં બધાં લોકોને મદદ કરી તેની કોઈને જાણ સુધ્ધાં થવા ન દીધી. પરંતુ એનું કામ ઉત્કૃષ્ટ હતું એટલે એની જાતે જ સામે આવ્યું.
આમ, ઉત્કૃષ્ટ દેખાવ માટે માત્ર મહેનત અને દાનત જરુરી છે, એની જાહેરાત તો એનાં પરિણામથી થઈ જ જવાની છે.
#ઉત્કૃષ્ટ

Gujarati Motivational by Tr. Mrs. Snehal Jani : 111557944
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now