"ચાની ચુસ્કી"
-@nugami.
હોટેલમાં પ્રવેશ કરી ને ઉતાવળ માં ડગલાં ભરતો ટાઈ ને સરખી કરતા કરતા સારા ને જોઈ ને કહ્યું,"અંતે તો આપણે મળ્યાં ખરી."બોલી ને ખુરશી પર બેસી ગયો અને હાથ મેળવવા હાથ આગળ કર્યો.
હાથ મેળવતાં સારા ઉત્સુકતાથી બોલી,"એવું,તારે મળવું જ હતું મને?"
રિધાન વાળ ને સરખા કરતાં બોલ્યો,"કેમ? ના મળી શકાય?
સારા કાન માં પહેરેલા ઝૂમખાં ને પસવારતા બોલી, "મળી શકાયને .પણ કહે આમ અચાનક કેમ તને મળવાનું સૂઝ્યું?
હોટેલ માં નજર ફેરવતાં બોલ્યો,"બસ જૂના સ્મરણો તાજા કરવા."
પછી વેઈટર દેખાતા જ બૂમ પાડી,"વેઇટર, ૨ કપ મસાલાવાળી ચા."
સારા ને પૂછતાં,"બીજું કંઈ લઈશ?
સારા રિધાનને એકી ટસે જોતાં બોલી,"તારી સાથે તો ચા પીવી જ ગમે ને ગપ્પા મારવાના ગમે."
રિધાન સારા સામે જોતા બંને ની નજર એક થઈ," શું આમ જોઈ રહી છે? મને પહેલા ક્યારેય જોયો ન હોય એમ."
નજર ફેરવતાં સારા બોલી,"હા,લગ્ન પછી તું ખૂબ જ બદલાઈ ગયો છે.લગ્ન પછી કેટલા સમયે તું મને આ રીતે મળ્યો.જરાય સમય જ નથી તારી પાસે."
રિધાન મલકાતાં મલકાતાં બોલ્યો,"હા,મને તારા જેવી પત્ની મળી હોય ,પછી મારે તારા માટે બદલાવું જ પડેને. અને આમ અજાણ્યા બની તારા જાણીતાં શોખ પૂરા કરવા પડે આ ચાની ચૂસકી ની મજા તારી સાથે લેવા માટે."
બંને જણ એકબીજા તરફ જોઈ ખડખડાટ હસ્યા. ને જાણ્યેઅજાણયે નીકાળેલાં સમયની મીઠાશ ચાની ચુસ્કીમાં ભેળવતા ગયાં.