તફાવત મારો નોતો તફાવત એમને પોતાના અભિમાન નો હતો..! માટે એ તફાવત બીજાથી રાખતા હતા..!
જિંદગી ભર સાથ આપે એ રણછોડ, ઘડી ભર માં સાથ છોડે એ તફાવત ધારી છોડ..!
મોરપીંછ મુકુટ પર એને શોભે જે ને પોતાના પ્રેમનો ત્યાગ કરીને મથુરા છોડિયું એટલે ગોકુળ ની ગાદી તેને મળી..!બાકી તફાવત તો એ પણ રાખી શક્યો હોત..!
હું કરૂ હું કરૂ એ ભાવના જ ખોટી છે..! સોપી દે બધું એમજ બીજાને તફાવત રાખી ને કોઈ દુનિયા થોડી જીતી શક્યું છે..!
એકલા કોઈ નથી જીવતું દર્દ ભરી જિંદગી, બધા ને એમાં પણ તફાવત જોઈ છે..!
હોય સંઘળું એમની પાસે તો કોઈ સાથે તફાવત નથી..! આવી પડે આપદા તો એમાં તફાવત જોઈએ છે...!
આતો માણસ ખેલે છે અદલા બદલી ના ખેલ "સ્વયમભુ" બાકી તો બનાવા વાળા એ ક્યાં કોઈ તફાવત રાખ્યો છે..! "માણસ બનાવવામાં..!
અશ્વિન રાઠોડ
"સ્વયમભુ"