જેનું કામ, તે જ કરે.
એક સમયે રાજસ્થાન ના જેતુર નામના રાજ્ય માં ખુબ જ જાહોજલાલી હતી. ત્યાં પ્રજા ખુબ સુખી સંપન હતી.રાજા ઉદયસિંગ ખુબ જ દયાવાન,બળવાન,પ્રજાહીતેચું,ન્યાયપ્રિય અને સ્થાપત્યપ્રેમી હતા.રાજા તેના રાજ્ય અને પ્રજાની સુરક્ષા માટે રાજ્યની ફરતે એક કિલ્લો બનાવી રહ્યા હતા, જે સ્થાપત્યની દ્રષ્ટી એ અને સુરક્ષા ની દ્રષ્ટીએ પણ બેનમુન બને તેની હમેશાં તકેદારી રાખતા.
તેના રાજ્ય માં કુશળ સુથાર,લુહાર,દરજી,વણકર,સોની,અને ચિત્રકાર વગેરે ને ખુબ માનપાન મળતું. રાજા કલાકાર ને તેમના સારા કામ માટે હમેશા પુરસ્કાર આપતા. રાજાનો એક ખુબ વિશ્વાસુ,શૂરવીર અને કુશળ સેનાપતિ હતો જે રાજાને આ કિલ્લાના બાધકામ માટે નીતનવા પ્રયોગો માટે યુક્તિઓં [આઈડિયા] બતાવતો.
કિલ્લાની અને રાજ્યની જાહોજલાલી વિષે દુર દુર વાત પહોચી ગઈ. એક મોગલ બાદશાહ એ આ રાજ્ય પર ચઢાઈ કરી[હુમલો કર્યો].રાજા એ સેનાપતિને તેનો વરતો જવાબ આપવા સેના સાથે મોકલ્યો.ઘણા દિવસો યુદ્ધ ચાલ્યું.મોગલો ની સેના ખુબ મોટી અને શસ્ત્ર સરજામથી સજ્જ હતી. પરંતુ સેનાપતિની ખુબ બાહોસીથી અને કુશળ વહ્યુરચનાથી આખરે તેમનો વિજય થયો.
સેનાપતિ નો એક વફાદાર સેનિક આવ્યો, અને કહ્યું: મહારાજ...કી ..જય હો...., આપણી જીત થઈ છે, પરતું સેનાપતિજી ખુબ ઘાયલ થયા છે. અમે તેમણે મહેલમાં લાવ્યા છીએ.
પલંગ પર લોહી લુહાણ સેનાપતિ ને બેભાન જેવી નાજુક પરિસ્થીતી માં જોઈ રાજાજી ખુબ દુઃખી થયા,સેનાપતિના શરીર પર અનેકો ઘા પડ્યા હતા.,લોહી પાણી ની જેમ વહી રહ્યું હતું.રાજાજી એ તરત પ્રાથમિક સારવાર કરી,અને પહેરેદાર સેનિકને બોલાવી ને કહ્યું:` સેનાપતિ ના આ ઘા બહુ ઊંડા છે તે માટે કદાચ ટાંકા લેવા પડે,તું તરત જા અને વૈદ્યજી ને તારી સાથે તેડી લાવ. થોડીવાર પછી રાજાજી એ કેટલીક જરૂરી ઓંષધિ સાથે લેતા આવે તે માહિતી આપી બીજા સેનિકને પવનવેગી ઘોડા સાથે વૈદ્યજી ની પાસે મોકલ્યો.
રસ્તામાં પહેરેદાર સેનિકે વિચાર્યું,રાજાજી એમ બોલ્યા કે ટાંકા લેવા પડશે,અને પછી વૈદ્યજી ને તેડી લાવવા કહ્યું. વૈદ્યજી તો ઉપચાર જ્ડીબુટી થી કરે તેઓં કઈ વાઢકાપ થોડું કરવાના, એ કામ તો દરજી નું. કદાચ સેનાપતિની નાજુક હાલત જોઈ લાગણીવશ ભૂલમાં દરજી ના બદલે વૈદ્યજી બોલાઈ ગયું હશે.આમ વિચારી સેનિક દરજી ને લઈ મહેલ પહોચ્યો. રાજાજી દરજી ને જોઈ નવાઈ પામ્યા. બધા આવક થઈ સેનિકને જોઈ રહ્યા.સેનિકે જોયું, વૈદ્યજી ના ઉપચારથી સેનાપતિ ભાન માં આવી ગયા હતા.સેનિક અબુધ જોઈ રહ્યો.
વૈદ્યજી સેનિક પાસે આવી તેના ખભા પર હાથ મૂકી હસતાંહસતાં બોલ્યા: ‘જેનું કામ તેજ કરે’., દરજી કપડા સીવવાનું કામ કરે, તે શરીર ની વાઢકાપ ના કરી શકે. તલવાર અને કાતર નું કામ કાપવાનું પણ તેનો ઉપયોગ અલગ અલગ રીતે થાય.આમ જેનું કામ તેજ કરી શકે.અને ખંડ માં બધાજ ખડખડાટ હસી પડ્યા.