જીવતો હોઈશ તો
ફરી મારવાનો પ્રયાસ કરીશ,
એ પછી પણ હું તને યાદ કરીશ..!
હું તરતો હોઈશ તો
ફરી ડૂબવાનો પ્રયાસ કરીશ,
એ પછી પણ હું તને યાદ કરીશ..!
હું હસતો હોઈશ તો
બહુ જ રડવાનો પ્રયાસ કરીશ,
એ પછી પણ હું તને યાદ કરીશ..!
હું ન આવું યાદ એવું
મારું અસ્તિત્વ મિટાવવા પ્રયાસ કરીશ,
એ પછી પણ હું તને યાદ કરીશ..!
જિંદગી ની સમક્ષ જીતતો હોઉં તો
પણ હું મોત ને જીતાવવા પ્રયાસ કરીશ,
એ પછી પણ હું તને યાદ કરીશ..!