#અપ્રચલિત
તારી આંખો નો નશો ને નીચી નજર પ્રચલિત
એ આંખો માં મારુ ચિત્ર રહેવાદે અપ્રચલિત
તારી વાળ ની આ ઉડતી લટ પ્રચલિત
એ લટ ઉડાડતી મારી ફૂંક રહેવાદે અપ્રચલિત
તારા ચહેરાને શોભાવતુ નાક અને કાન પ્રચલિત
એ નાક અને કાનને શોભાવતી મારી ભેટ રહવાદે અપ્રચલિત
તારા આ ગુલાબી કોમળ હોઠ પ્રચલિત
એ હોઠ પર મારુ ચુંબન રહેવાદે અપ્રચલિત
તારો આ સુમધુર કંઠ અને વાણી પ્રચલિત
એ વાણી માં મારુ નામ રહેવાદે અપ્રચલિત
તારા ચહેરાનુ એ શરમાળ સ્મિત પ્રચલિત
એ સ્મિત માં મારી પ્રીત રહેવાદે અપ્રચલિત
તારુ સોળે કળાએ ખીલેલુ સૌંદર્ય પ્રચલિત
એ સૌંદર્ય પર મારુ આલિંગન રહેવાદે અપ્રચલિત
સૌ કોઈ ચાહે તને પામવાને બધા પ્રચલિત
મારા નામનુ સિંદુર, મંગળસૂત્ર રહેવાદે અપ્રચલિત
કહેવાય છે કશું રહેતુ નથી ખાનગી જે લોકો હોયછે પ્રચલિત
નથી થવુ જાહેર...આપણો પ્રેમ રહેવાદે અપ્રચલિત