"મને લખવું ગમે અને લખાવું ગમે શિક્ષક ની જેમ મને ઘડવું અને ઘડાવું ગમે"
શિક્ષક બોર્ડ પર શબ્દો લખી જીવનનો પાયો ઘડે, હું પુસ્તક રચી શબ્દો રૂપી જીવન નો પાયો ઘડું..!
શિક્ષક વ્યકારણ ના કોયડા ઉકેલે, હું કોયડા નું વ્યાકરણ ઉકેલું..!
શિક્ષક આકડા લખી જીંદગી નું ગણીત સમજાવે, હું શબ્દો રચી જીંદગી નું ગણીત સમજાવું..!
શિક્ષક સ્વયમ એક ઈશ્વરનું રૂપ છે, અને હું "સ્વયમભુ" શિક્ષકે ઘડેલું એક શબ્દ રૂપી કવિ નું રૂપ..!
એટલે જ મને લખવું ગમે લખાવું ગમે શિક્ષકની જેમ મને ઘડવું અને ઘડાવું ગમે..!
અશ્વિન રાઠોડ
"સ્વયમભુ"