રાત્રે વરસાદમાં સૂતી વખતે આવ્યો તો #અસ્પષ્ટ વિચાર,
દરરોજની શું આ પળોજણ, ઘરના સહે ભૂખની માર,
ટાઢ, તડકા ને વરસાદ, ઝૂંપડી ને માથે આભ એકાકાર,
જીવન હવે ટુકવી લઉ, કે પછી વેચી દઉં અંગ હવે યાર.
એટલામાં ગાડી આવી, ઉતર્યા એમાંથી ગુંડા બે ચાર.
સોનાચાંદી, રૂપિયા-પૈસા, જમીનમાં દાટી થયા ફરાર,
જોઈને આ બધું માન્યો ભગવાનનો પાડ વારંવાર,
સૂરજ દેખાયો ક્ષિતિજે, લઈને પરિવાર માટે સોનેરી સવાર.
- તેજસ
#અસ્પષ્ટ