Gujarati Quote in Blog by Tr Mrs Snehal Rajan Jani

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

અસ્પષ્ટ રહીને થયેલી ચર્ચા અંતે નિષ્ફળતામાં પરિણમે છે. જ્યારે ચર્ચા કોઈ અગત્યનાં મુદ્દા પર થઈ રહી હોય ત્યારે સ્પષ્ટ બાબતો જ હોવી જોઈએ. અસ્પષ્ટ બાબતોથી ક્યારેક ગેરસમજ ઊભી થાય છે જે કામ હોય એનાં કરતાં કંઈક અલગ જ રીતે પૂર્ણ થાય છે જેની કદાચ જરુર ન પણ હોય. અસ્પષ્ટ વાત એટલે અધૂરા જ્ઞાન બરાબર. એ ખબર હોય તો પણ શું અને ન હોય તો પણ શું!
દરેક બાબતમાં અસ્પષ્ટ રહેનાર વ્યક્તિનું જીવન અધૂરું રહી જાય છે, ન તો એ પોતાનાં સપના સાકાર કરી શકે કે ન તો બીજાને કોઈ મદદરૂપ થઈ શકે. એને પોતાને જ ખબર નથી કે એણે શું કરવાનું છે તો બીજાને માટે તો શકય જ નથી કે એ કંઈક કરે.
સ્પષ્ટ બનો, સરળ બનો, ઉપયોગી બનો.
#અસ્પષ્ટ

Gujarati Blog by Tr Mrs Snehal Rajan Jani : 111551144

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now