#અસ્પષ્ટ
મારા કઈ બોલ્યા વિના જ
તું મારા મન ની વાત સમજી જતો
મારી એ અસ્પષ્ટ વાતો માં ની તારી સમજ માં જ
તો હું તારા પ્રેમ માં પડી...
મારી ચિંતા તને કહેવાની પાછપ ને
તું "હું છું ને"કહી અડધી ચિંતા દૂર કરી જતો
મારી એ ન કહેલી અસ્પષ્ટ ચિંતા દૂર કરતા જ
તો હું તારા પ્રેમ માં પડી ....
હું કહી ન શકી કે ચાહું છું તને
તું કહી ગયો સંબંધ આપણો તો હંમેશા નો ને
મારા અસ્પષ્ટ ઈઝહાર નો સ્પષ્ટ જવાબ સાંભળતા જ
તો હું ફરી એક વાર તારા પ્રેમ માં પડી....
-પર્લ મહેતા