જેના વગર ના રહેવાય
મને હતું કે તેને શ્વાસ કહેવાય
પણ આજે ખબર પડી કે તેને દોસ્ત કહેવાય.
જેને મણનો ભાર આપી હળવું થઈ જવાય
મને હતું કે તેને ઈશ્વર કહેવાય
પણ આજે ખબર પડી કે તેને દોસ્ત કહેવાય.
આપણા સાદનો જ્યારે પ્રતિસાદ મળે
મને હતું કે તેને પડધો કહેવાય
પણ આજે ખબર પડી કે તેને દોસ્તી કહેવાય.
ફક્ત એક કોલ કરીયે ને આવી જાય
મને હતું કે તેને 108 કહેવાય
પણ આજે ખબર પડી કે તેને દોસ્ત કહેવાય.