તારી અંદર ઘૂઘવતો સાગર અફાટ છે,
તારી અંદર સળગતી આગ પણ વિશાળ છે.
ક્યારેક તરી તો જો એ દરિયા મા,
સાહિલ પર પહોંચવાના હલેસા હજાર છે.
તારી અંદર તોફાની હવાનો વંટોળ છે,
તારી અંદર સૂકી રેતી નો રેગિસ્તાન છે.
ક્યારેક ઉડી તો જો એ હવા મા,
આકાશે પહોંચવા ના પંખ હજાર છે.
તારી અંદર સૂર્ય સમુ કોય તેજ છે,
તારી અંદર ચંદ્ર સમી શીતળતા છે.
ક્યારેક પ્રકાશી તો જો એ તેજ મા,
દૂર સુધી રેલાવવા ના કિરણો હજાર છે.
છે અગર ખુદ પર વિશ્વાસ તો,ચાલી જા એ વિશ્વાસ પર,
બીજાના વિશ્વાસે જીવવાના દિવસો હજાર છે......