હોય ભલેને વાદ, વિવાદ કે સંવાદ,
હોય ભલે નવા અભિગમ દુનિયાને
લઈ વાત; પ્રાંત, જાતિ કે જ્ઞાતિવાદ!
હોય વાત રાષ્ટ્ર કે વળી સમાજની,
હોય વાત અહીં એક 'માં' ભોમની,
મુલવીએ 'મૂળ' શી રીતે સગાવાદથી?
હોય ધરતી ધરોહર "માં" હર એકની,
હોય વાત સંસ્કૃતિ, મૂલ્ય ને સપૂતની;
તારવીએ 'સગો' કયો ને કયો 'વાદ'?
હોય ધાર અશ્રુ 'માં' ભોમનાં એ નેત્રે?
હોય સંતાન સૌ 'સફળ' અનેક ક્ષેત્રે;
કરીએ કેમ 'રાષ્ટ્ભાવ' ભોગે વિવાદ?
હોય વિવાદ માતૃભૂમિનાં ખંડ ખંડનો,
હોય ભાર 'ભોમ' હૈયે વાદ ને વિખંડનો
જાણીએ સગાવાદ 'માં' ધરા અખંડનો!
હોય ભલે ભાવના 'વ્હાલા'નાં ઉદ્ધારની,
હોય વાત ભલેને અહીં પુરા સંસારની,
વહે ન રક્ત, 'કે' કહે, નેત્રે માં ભોમની!
~|~ કેતન વ્યાસ "સંકેત"
#સગાવાદ