Gujarati Quote in Thought by Kalpesh Trivedi

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

Dt.23.8.20 રવિવાર
*આજ નો મંત્ર * V: વિષ્ટિકાર કૃષ્ણ જેવા બનો.
આજ નો મંત્ર જયારે કૃષ્ણ જેને આપણે દેવ તરીકે પૂજીએ છે. જેના માટે કહેવાય કૃષ્ણ વંદે જગદગુરુ. તેમના વિષય થી લખવુ અઘરૂ છે. પાંડુરંગ દાદા ના લખેલા શ્રી કૃષ્ણ જીવન દર્શન ના વાંચન માંથી વિચાર આવ્યો V. વિષ્ટિકાર કૃષ્ણ જેવા બનો.
વિષ્ટિકાર એટલે સમાધાન કરાવનાર મધ્યસ્થી. કૃષ્ણ એ હંમેશા સત્ય અને ધર્મ માટે પ્રથમ સમજાવટ થી ઉકેલ લાવવા નો પ્રયત્ન કર્યો છે. યુદ્ધ એજ કલ્યાણ એ અંતિમ નિર્ણય રાખ્યો છે. કૃષ્ણ માં નિર્લેભ પણુ, નિસ્વાર્થતા, વ્યહવાર દક્ષતા, સ્વસ્થતા સાથે નિર્ણાયકતા, ઉત્કૃષ્ટ બુદ્ધિમતા જેવા વિશિષ્ટ ગુણો જોવા મળે છે. તેવો માનસ શાસ્ત્ર ના પ્રણેતા હતા તેથી સામેના ના મુખ પર ના ભાવ જોઈ, તેના મન ની વાત જાણી જતા. તેમનુ જીવન રાજ ખટ પટ વાડુ હોવા છતા વ્યહવારિક નિર્ણય શક્તિ રહેતી.
સમાજ માં અત્યારે વાત નું વતેસર કરવા વાળો એક વર્ગ જોવા મળે છે. માત્ર ક બોલવા માં આવ્યો હોય તેની બારખડી બનાવતા આવડતી હોય છે. વિખવાદીત સબંધો નજીક આવવા ની જગ્યા એ દૂર કેમ બને તેના પ્રયત્ન કરે છે. ત્યારે કૃષ્ણ ની વિષ્ટિકાર ની ભૂમિકા નું સ્મરણ થાય છે.
જો આપણા માં મધુર વાણી, સમતા, સત્ય ને સમજવા ની શક્તિ, વ્યહવારુ દીર્ઘ દ્રષ્ટિ, તટસ્થતા જેવા વિશેષ ગુણો હશે તો કોઈપણ વ્યક્તિ આપણા માં આપણા કાર્ય માં વિશ્વાસ મુકશે.

*If you trust Lord Krishna and follow his message of Bhagvat Gita....Everything will be fine in the end*

જય ગુરુદેવ.
જય શ્રી કૃષ્ણ.
શુભ પ્રભાત.

🙏🌹કલ્પેશ ત્રિવેદી 🌹🙏

Gujarati Thought by Kalpesh Trivedi : 111549223
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now