સમય જતાં ય વાર લાગે છે ક્યાં ;
સપનાથી કોઈ પણ જાગે છે કયાં?
તારું જ મુખ કમળ છે , દર્પણ માં,
ઉંમર થઈ ગઈ હવે , ભાગે છે ક્યાં ?
કાળા ધોળા ,કર્યા હતા ને સત્તામાં,
હાથ ના કર્યા જરૂર , વાગે છે ક્યાં?
ઝેર જેવું ઓકી નાખ્યું જિંદગી ભર,
અમૃત જેવું કશુંક હવે ,માંગે છે ક્યાં?
આનંદ માં હોય છે, સહજ સ્વભાવે,
મનોમય દર્દ. વલોપાત , લાગે છે ક્યાં?