દિવસ રાત તારી,રહેમત પસાર થાય છે,
વફાની ગોદ માં , સહમત પસાર થાય છે;
બેનામી માં સુકુન, ક્યાં થી મળે જિંદગી,
નામ તસ્બીહ માં એકમત પસાર થાય છે;
ફૂલો ની મહેક પ્રસરાવતી રહી શબ્દાવલી,
શબનમીમાં ભીનાં એ,ખત પસાર થાય છે;
આદત બુરી છે, નજર અંદાજ કરી ના શકે,
નૂરાની ચહેરો નીરખતી લત પસાર થાય છે;
આનંદમય અનુભૂતિ, દેહધારી ને ભીતર માં,
ચૈતન્ય સમાહિત લયે, ચિત પસાર થાય છે;