#કથા
કથા તારી ને મારી નિરાલી છે,
દૂર રહેવા છતાં તું મારી જ છે.
ના પામી શકયો તેનો રંજ નથી મને,
પ્રેમ તારો ને મારો પ્લેટિનમ છે.
નથી કોઈ ફરિયાદ કે નથી કોઈ ગમ,
દૂર રહેવા છતાં કયાં ઘટે છે પ્રેમ,
સાથે વિતાવેલ આનંદ ની પળો ની
યાદ કાયમ કોતરાઈ છે દિલમાં,
દૂર રહેવા છતાં તું મારી જ છે
તારી ને મારી કથા નિરાલી છે.
-Hiten Kotecha