#કથા
કથા તમને આજે સંભળાવું
મારા પ્યારા નંદલાલ ની ....
ગોપીઓ સાથે ની રાસ લીલા ની
કે માખણ ચોરી ની મીઠી શરારતો ની...
કથા તમને આજે સંભળાવું
મારા પ્યારા નંદલાલ ની ....
ગોવર્ધન ધારી કૃષ્ણ ની
કે વાંસળી વગાડનાર મુરલીધર ની....
કથા તમને આજે સંભળાવું
મારા પ્યારા નંદલાલ ની ....
કંસનો વધ કરનાર ની
કે પરીક્ષિતને નવજીવન આપનાર પરમાત્માની....
કથા તમને આજે સંભળાવું
મારા પ્યારા નંદલાલ ની ....
સુદર્શન ધરી ધર્મ ને રક્ષતા
કે મહાભારત માં ધર્મ ની રક્ષા કરનાર ની...
કથા તમને આજે સંભળાવું
મારા પ્યારા નંદલાલ ની ....
ગીતા ના પાઠ ભણાવનાર ની
કે મારો સાથ સદાય આપનાર ની....
કથા તમને આજે સંભળાવું
મારા પ્યારા નંદલાલ ની ....
-પર્લ મહેતા