Gujarati Quote in Religious by Chaitanya Joshi

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

અવનીવાસી સૌકોઈ સત્કારે, પધારો ગજાનન.
ગણેશોત્સવનો આનંદ ભારે, પધારો ગજાનન.

શેરીએ ગલીએ નાકેનાકે પંડાલ તમારા શોભે,
ભૂતલવાસી ભાવે આવકારે, પધારો ગજાનન.

શિવસુત કલ્યાણકારી પ્રથમ પૂજ્ય ભગવંત,
આવો સિદ્ધિબુદ્ધિ સથવારે, પધારો ગજાનન.

લાભલક્ષના પિતા તમે કરતા મૂષક પર સવારી,
" બાપ્પા મોરિયા" ના ઉચ્ચારે, પધારો ગજાનન.

બુદ્ધિપ્રદાતા વિદ્યાદાતા મોદકપ્રિય મંગલકારી,
પૂજન, અર્ચન, સ્તુતિ સ્વીકારે, પધારો ગજાનન.

ચૈતન્ય જોષી. " દીપક " પોરબંદર.

Gujarati Religious by Chaitanya Joshi : 111547883
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now