#ભોળો
ભોળો મારો ભરથાર, સમજે નહી સંસાર ની માયાજાળ,
ભોળો મારો ભરથાર,
બીમાર પડી એક દિન , બોલ્યા ભરથાર
રજા લઈ લવ એક દિન , કરુ તારી સેવા,
ચા બનાવી લાવ્યા , મીઠા નો રસથાળ,
ખાંડ અને મીઠા નો ફરક ના સમજે, ભોળો મારો
ભરથાર, પ્રેમ નો પ્યાલો સમજી પી લીધી પ્રેમમાંય,
પોતે પીધી થું થું કરતાય, બોલ્યા આ તે કેમ પીધી?
બોલી હું શરમાય, ચા મા મીઠા કરતા પ્રેમ ની લાગણી હતી વધારે. ભોળો મારો ભરથાર .