કેવળ એક શબ્દ નો સહારો છે
ડૂબતા ને તણખલાં નો આરો છે
સહજ લક્ષ્યભેદન,માધુર્ય ભાવે ,
લાગણી નો તમારી , ઓવારો છે;
પ્રેમ સ્વરૂપ ધારણ કરી એ ફક્ત,
આત્મિય ચૈતન્ય જોડતો ધારો છે
ત્યાગી ને તત્પર સઘળું ભેદભરમ,
નિતાંત નિર્મળ રહેવું , એ નારો છે;
કસ્તિ ઝૂલતી મજધારે, તોફાન માં,
સ્નેહ સરવાણી ફૂટે, ત્યાં કિનારો છે;