#ભોળો
ન જોયા કોઈ ને કપટ થી
ન કોઈ ની કપટ ને જોઈ શકી
"બહુ ભોળી છે તું" કહી
પોતાના જ ફાયદો ઉઠાવી ગયા.....
ઘણા ની ઘણી મદદ કરી
વિના સ્વાર્થ ની ભાવના એ
"ભલાઈ નો જમાનો નથી" કહી
તે જ મને છેતરી ગયા....
મારી ચાહત નો હાથ થાંભયો
જીવનભર ની આશ માં
"પ્રેમ નહિ આકર્ષણ છે,ભોળી" કહી
ચાહત જ હાથ છોડી ગઈ.....
થયું વફા નિભાવું જિંદગી સાથે
ભાન કરાવ્યું મૌત એ આવતા
"ભોળા વ્યક્તિ ન જીવી શકે કપટી દુનિયા માં" કહી
જિંદગી નો જ સાથ છૂટી ગયો....
-પર્લ મહેતા