ખોરદાદ સાલ મુબારક
તને એમની બાહોં માં લઈ, થયાં હશે માતા દુઘદવા ( દોગ્દો) બહુ ખુશ;
પિતા પૌરુષસ્પે પ્રકૃતિ નિ સાથે મળી ઉજવ્યો હશે આં તેહવાર, ઓ ઝરથુશ્ત્ર.
અમે બી મનાવિયે છિયે આં ખુશાલી, ખારાં દિલથી, હર સાલ.
પૈગામ્બર પ્યારા, મુબારક હોજો તમને હર એક રીતે, ખોરદાદ સાલ.
માનીયે કોટિ કોટિ ઉપકાર અહુરા નો, કરી આદર પુર્વક એમને નમન
અને, આં મોટી ખુશાલિમાં લઈ ભાગ, કરીયે સ્વાદિષ્ટ મઝાનું જમણ.
થઈ રહ્યું છે દુખ, અને છે ચિંતા બી ભારી, મુશ્કીલ માં છે આપરો, (તારો પણ) આં દીન.
બસ સુઝાડ્જે હર એક ને સાચી , નેક રાહ; ફરિ એક વાર, ખુબ ફુલે ફળે આં દીન.
ઍદૂનબાદ
Armin Dutia Motashaw