" એ રંગ ગુલાબી "
આંખો ના આંસુ માંથી નીકળતો વિયોગ તણો, એ રંગ ગુલાબી..!
કેસૂડાં ના ફૂલો થી લાગતો લાગણી તણો, એ રંગ ગુલાબી..!
હોળી માં એક મેક ને ભિજવતો સ્નેહ તણો, એ રંગ ગુલાબી..!
સંઘ્યા ને ખીલવતો વાદળી ને રંગતો કિરણ તણો, એ રંગ ગુલાબી..!
ભાઈ ને રક્ષા બાંધતી વખતે બેનની આંખોમાં દેખાતો જે પ્રેમ નો રંગ, એ રંગ ગુલાબી..!
પ્રિયતમની વિરહમાં એની પ્રિયતમાના ચેહરા પર "સ્વયમભુ" આવતો યાદોનો રંગ, એ રંગ ગુલાબી..!
અશ્વિન રાઠોડ
"સ્વયમભુ"