ચાલાક છે મારું મન,પટાવતું હોય મારું મન,
એકપળ પણ શંકાની ના મુકે મારું મન,
થોડું મને લલચાવાના પ્રયત્ન કરે,
રોકું એને ત્યાં જ બાંધુ,બેસાડું છાનુંમાનું,
ફરી તકલીફમાં બોલે મારું મન,
ઉઠ ચાલ મારી સાથ,તખ્ત પર બેસાડું,
વામણું એને ક્યાં સમજાવું,
હોય મારા ગુરુ સાથ તો તકલીફ ની ક્યાં વાત,
ચમક દમક જોઈ વળી બોલી ઉઠે એ મુરખ નાસમજ મન,
આ વખતે થયું ધુળ ચટાડુ એને,
નહિતર ક્યારેક દગો દેશે મારું મન,
મિત્ર થઇ શાને બને તું શસ્ત્ર,
જરુર પડે તું જ સખા,તું જ સારથી
આજે શાથી બને તું સ્વાથીઁ,
સમજ માં આવ્યું સત્ય ત્યારે,
જ્યારે મિત્ર થઇ મે સમજાવ્યું.
#ચાલાકી