જેમ....નીકળે!!!
મીઠી એ નીંદરમાંથી, ખુબસુરત સપના નીકળે,
એમ, ફુલોમાંથી ગુંજતા, નટખટ ભમરા નીકળે!
ફાટેલા ખિસસામાંથી, બે સિક્કા જુના નીકળે,
એમ, દિલોદિમાગથી, એ કિસ્સા મોંઘા નીકળે!
વિતાવેલી બચપણની, બેફિકર મઝા નીકળે,
એમ, દોસ્તોની યાદોની ચર્ચા, બેશુમાર નીકળે!
દિલના કોઈ ખૂણેથી, લાગણીની ધારા નીકળે,
એમ, શંકરની જટામાંથી, વહેતી ગંગા નીકળે!
અનુભવના ખજાનામાંથી, સમજ નીકળે,
એમ, સાગરમાંથી મોતી, અણમોલ નીકળે!!!
Neha Desai, USA