🦋..... નકામો .....
*અછાંદસ*
ગતિ વિનાનો તોખાર નકામો,
મગરમચ્છ વહાવે ચોધાર નકામો.
સંયમ વિનાનો અસવાર નકામો.
પ્રેમ વિનાનો પરિવાર નકામો.
કપટીને ઘેર આવકાર નકામો.
સ્વાર્થે કરેલો ઉપકાર નકામો
લગામ વિનાનો ઉદગાર નકામો,
લજ્જા વિનાનો શણગાર નકામો.
હિમંત વિનાનો ભરથાર નકામો,
દાન વિનાનો માતબાર નકામો.
અક્કરમી ખાય ભાગ્યનો માર નકામો,
કમોસમનો થાય ધોધમાર નકામો.
અજ્ઞાનીના મોઢે પ્રચાર નકામો,
શ્રદ્ધા વિનાનો ઉપચાર નકામો.
ફક્ત રૂપ ઉપર મરનાર નકામો,
વણ મહેનતે સિદ્ધિ ચાહનાર નકામો.
હુંકાર વિનાનો જમાદાર નકામો,
મતિ વિનાનો મતદાર નકામો.
અમલ વિનાનો વિચાર નકામો,
વિવેક વિનાનો આચાર નકામો.
લાગણી વિનાનો વ્યવહાર નકામો,
માંગીને મેળવેલો ઉપહાર નકામો
પરોપકાર વિનાનો અવતાર નકામો,
પુરુષાર્થ વિનાનો હોશિયાર નકામો. 🌹
શુભ રાત્રી