તને ભૂલી શકીશ કે નહીં ખબર નહીં
પરંતુ કોશિશ તો કરવી જ પડશે
ક્યારેક ક્યારેક યાદ આવશે તારી તો
આ હ્દય બળશે, આંખો રડશે
એક એક પળ કાઢવી અઘરી બનશે
પણ તોય આ દદૅ સહન તો કરવું જ પડશે
ક્યારેક નસીબને દોષ આપીશ તો ક્યારેક પોતાને
પણ તોય તને તો આ દીલ ગૂનેગાર માની જ નહીં શકે
તારી સાથે જીવતા તો તે શીખવાડ્યું હતું
પણ તારા વગર જીવતા તો મારે જાતે જ શીખવું પડશે
પરંતુ મનમાં એક શંકા છે કે
તારા વગર હું જીવી પણ શકીશ ખરી ¿¿¿
💔